ખર્ચ અસમાન રીતે કેવી રીતે વહેંચવો?
દરેક ખર્ચ સરખા ભાગે વહેંચાતો નથી. ખર્ચ ઉમેરતી કે તેમાં ફેરફાર કરતી વખતે વહેંચણી વિભાગમાં તેને વહેંચવાની ચાર રીત હોય છે.
સ્ટેપ્સ
- સરખા ભાગે (Equally): સામેલ દરેક વ્યક્તિ સરખી રકમ ચૂકવે છે.
- રકમ (Amount): દરેક વ્યક્તિએ ચોક્કસ કેટલું આપવાનું છે તે લખો. સેવ કરતાં પહેલાં બધી રકમોનો સરવાળો કુલ રકમ જેટલો હોવો જોઈએ.
- ટકા (Percent): દરેક વ્યક્તિને ટકાવારી આપો. બધી ટકાવારીનો સરવાળો 100 હોવો જોઈએ.
- ભાગ (Shares): દરેક વ્યક્તિને અમુક ભાગ આપો, જેમ કે જેણે બમણું લીધું હોય તેને 2 ભાગ.
કોઈ વ્યક્તિને તે ખર્ચમાંથી બાકાત રાખવા વહેંચણીમાં તેને બંધ કરો. ઓછામાં ઓછી એક વ્યક્તિ સામેલ રહેવી જોઈએ.
SplitEase ઍપ હજુ ગુજરાતીમાં ઉપલબ્ધ નથી. કૌંસમાં આપેલાં બટનનાં નામ સ્ક્રીન પર અંગ્રેજીમાં જે દેખાય છે તે જ છે.