ખર્ચમાં ફેરફાર કેવી રીતે કરવો કે તેને ડિલીટ કેવી રીતે કરવો?
સેવ કર્યા પછી પણ તમે ખર્ચ સુધારી શકો છો. ગ્રુપમાં બધાને અપડેટ થયેલાં બેલેન્સ દેખાય છે.
સ્ટેપ્સ
- ગ્રુપ ખોલો અને ખર્ચ પર ટૅપ કરો.
- બદલવા માટે ફેરફાર કરો (Edit) પર ટૅપ કરો, ફેરફાર કરો અને સેવ કરો (Save) પર ટૅપ કરો.
- કાઢી નાખવા ⋯ બટન પર ટૅપ કરો, પછી ડિલીટ કરો (Delete) પર ટૅપ કરો અને પુષ્ટિ કરો.
ડિલીટ કરેલો ખર્ચ પાછો લાવી શકાતો નથી.
SplitEase ઍપ હજુ ગુજરાતીમાં ઉપલબ્ધ નથી. કૌંસમાં આપેલાં બટનનાં નામ સ્ક્રીન પર અંગ્રેજીમાં જે દેખાય છે તે જ છે.