ખર્ચ કેવી રીતે ઉમેરવો?

જ્યારે કોઈ ગ્રુપની વહેંચાયેલી વસ્તુ માટે ચૂકવણી કરે ત્યારે ખર્ચ ઉમેરો. તમે સેવ કરો કે તરત SplitEase બધાનું બેલેન્સ અપડેટ કરે છે.

સ્ટેપ્સ

  1. ટૅબ બારની વચ્ચે આવેલા + બટન પર ટૅપ કરો, અથવા ગ્રુપ ખોલીને ખર્ચ ઉમેરો (Add expense) પર ટૅપ કરો.
  2. ઉપર ગ્રુપ તપાસો, પછી રકમ (Amount) લખો અને ખર્ચ શેના માટે હતો તે લખો.
  3. કોણે ચૂકવ્યું (Paid by) માં કોણે ચૂકવ્યું તે પસંદ કરો.
  4. વહેંચણી (Split) માં ખર્ચ કોની વચ્ચે અને કેવી રીતે વહેંચાશે તે પસંદ કરો. ડિફૉલ્ટ રીતે સરખા ભાગે વહેંચણી થાય છે.
  5. સેવ કરો (Save) પર ટૅપ કરો.

SplitEase વર્ણનના આધારે કૅટેગરી સૂચવે છે. સેવ કરતાં પહેલાં તમે તેને બદલી શકો છો.

બીજા ચલણમાં ખર્ચ લખવા રકમની બાજુમાં ચલણના ચિહ્ન પર ટૅપ કરો.

SplitEase ઍપ હજુ ગુજરાતીમાં ઉપલબ્ધ નથી. કૌંસમાં આપેલાં બટનનાં નામ સ્ક્રીન પર અંગ્રેજીમાં જે દેખાય છે તે જ છે.

સંબંધિત પ્રશ્નો

હજુ મદદ જોઈએ છે?

અમને લખો, SplitEase ટીમની કોઈ વ્યક્તિ તમને જવાબ આપશે.

સપોર્ટનો સંપર્ક કરો
ભાષા: ગુજરાતી