SplitEase+

રસીદ સ્કૅન કરીને ખર્ચ કેવી રીતે ઉમેરવો?

રસીદ સ્કૅનિંગ બિલમાંથી કુલ રકમ અને વિગતો વાંચી લે છે, જેથી તમારે ટાઇપ ન કરવું પડે. તે SplitEase+ નો ભાગ છે.

સ્ટેપ્સ

  1. + બટન પર ટૅપ કરો, પછી સ્કૅન (Scan) પર ટૅપ કરો.
  2. આખા બિલનો ફોટો પાડો, અથવા તમારી પાસે હોય તે ફાઇલ વાપરવા ગૅલેરી (Library) કે PDF પસંદ કરો.
  3. SplitEase ને મળેલી વિગતો તપાસો અને વાપરો (Use) પર ટૅપ કરો.
  4. કોણે ચૂકવ્યું અને વહેંચણી કેવી છે તે તપાસો, પછી સેવ કરો (Save) પર ટૅપ કરો.

ઇમેજ વાંચવા માટે તેને SplitEase પર અપલોડ કરવામાં આવે છે. તે કેવી રીતે સંભાળાય છે તે માટે અમારી ગોપનીયતા નીતિ જુઓ.

સ્કૅનમાં ભૂલ થઈ શકે છે. સેવ કરતાં પહેલાં હંમેશાં રકમ તપાસો.

SplitEase ઍપ હજુ ગુજરાતીમાં ઉપલબ્ધ નથી. કૌંસમાં આપેલાં બટનનાં નામ સ્ક્રીન પર અંગ્રેજીમાં જે દેખાય છે તે જ છે.

સંબંધિત પ્રશ્નો

હજુ મદદ જોઈએ છે?

અમને લખો, SplitEase ટીમની કોઈ વ્યક્તિ તમને જવાબ આપશે.

સપોર્ટનો સંપર્ક કરો
ભાષા: ગુજરાતી