SplitEase માં ગ્રુપ કેવી રીતે બનાવવું?
ગ્રુપમાં એ ખર્ચ હોય છે જે તમે એ જ લોકો સાથે વહેંચો છો, જેમ કે ફ્લૅટમેટ્સ કે ટ્રિપ પરના મિત્રો. SplitEase માં દરેક ખર્ચ કોઈ ને કોઈ ગ્રુપનો હોય છે.
સ્ટેપ્સ
- હોમ (Home) ટૅબ પર, તમારાં ગ્રુપની બાજુમાં + નવું (+ New) પર ટૅપ કરો.
- ગ્રુપ માટે ઇમોજી પસંદ કરવા આઇકન પર ટૅપ કરો, પછી નામ લખો.
- ચલણ (Currency) માં એ ચલણ પસંદ કરો જેમાં મોટાભાગના ખર્ચ થશે.
- જે મિત્રો પહેલેથી SplitEase વાપરે છે તેમને ઉમેરવા સંપર્કોમાંથી અથવા ફોન નંબરથી ઉમેરો (Add from contacts or by phone) પર ટૅપ કરો. તમે આ સ્ટેપ છોડીને પછીથી પણ લોકોને આમંત્રણ આપી શકો છો.
- બનાવો (Create) પર ટૅપ કરો.
ફ્રી પ્લાનમાં વધુમાં વધુ 3 ગ્રુપ બનાવી શકાય છે. SplitEase+ માં આ મર્યાદા રહેતી નથી.
SplitEase ઍપ હજુ ગુજરાતીમાં ઉપલબ્ધ નથી. કૌંસમાં આપેલાં બટનનાં નામ સ્ક્રીન પર અંગ્રેજીમાં જે દેખાય છે તે જ છે.