શું એક ગ્રુપમાં એકથી વધુ ચલણ વાપરી શકાય?

હા. દરેક ગ્રુપનું એક ડિફૉલ્ટ ચલણ હોય છે, અને દરેક ખર્ચમાં અલગ ચલણ વાપરી શકાય છે, જે વિદેશ પ્રવાસમાં કામ આવે છે.

સ્ટેપ્સ

  1. ખર્ચ ઉમેરતી કે તેમાં ફેરફાર કરતી વખતે રકમની બાજુમાં ચલણના ચિહ્ન પર ટૅપ કરો અને ચલણ પસંદ કરો.
  2. ગ્રુપનું ડિફૉલ્ટ ચલણ બદલવા ગ્રુપ સેટિંગ્સ (Group settings) ખોલો અને ડિફૉલ્ટ ચલણ (Default currency) પર ટૅપ કરો. તે ફક્ત ગ્રુપ એડમિન જ બદલી શકે છે.

SplitEase ચલણોને એકબીજામાં કન્વર્ટ કરતું નથી. બેલેન્સ અને ચૂકવવાની રકમ દરેક ચલણ માટે અલગ બતાવાય છે.

નવા ગ્રુપનું ચલણ પ્રોફાઇલ (Profile) → ચલણ (Currency) માંથી લેવાય છે.

SplitEase ઍપ હજુ ગુજરાતીમાં ઉપલબ્ધ નથી. કૌંસમાં આપેલાં બટનનાં નામ સ્ક્રીન પર અંગ્રેજીમાં જે દેખાય છે તે જ છે.

સંબંધિત પ્રશ્નો

હજુ મદદ જોઈએ છે?

અમને લખો, SplitEase ટીમની કોઈ વ્યક્તિ તમને જવાબ આપશે.

સપોર્ટનો સંપર્ક કરો
ભાષા: ગુજરાતી