કોઈની સાથે હિસાબ કેવી રીતે ચૂકવવો?

કોણે કોને કેટલું આપવાનું છે તેનો હિસાબ SplitEase રાખે છે, પણ ચુકવણી પોતે કરતું નથી. સામેની વ્યક્તિને તમે સામાન્ય રીતે જેમ ચૂકવો છો તેમ ચૂકવો, પછી ઍપમાં નોંધો જેથી બંનેનું બેલેન્સ અપડેટ થાય.

સ્ટેપ્સ

  1. ગ્રુપ ખોલો અને હિસાબ ચૂકવો (Settle up) પર ટૅપ કરો.
  2. જો તમે કોઈને ચૂકવ્યું હોય, તો તેમના નામની બાજુમાં ચુકવણી નોંધો (Record payment) પર ટૅપ કરો, રકમ તપાસો અને પુષ્ટિ કરો. તમે બાકી રકમનો અમુક ભાગ પણ નોંધી શકો છો.
  3. જો કોઈએ તમને ચૂકવ્યું હોય, તો તેમના નામની બાજુમાં મળ્યું તરીકે નોંધો (Mark as received) પર ટૅપ કરો અને પુષ્ટિ કરો.

અગાઉની ચુકવણીઓ જોવા એ જ સ્ક્રીન પર ઇતિહાસ (History) પર ટૅપ કરો.

SplitEase ઍપ હજુ ગુજરાતીમાં ઉપલબ્ધ નથી. કૌંસમાં આપેલાં બટનનાં નામ સ્ક્રીન પર અંગ્રેજીમાં જે દેખાય છે તે જ છે.

સંબંધિત પ્રશ્નો

હજુ મદદ જોઈએ છે?

અમને લખો, SplitEase ટીમની કોઈ વ્યક્તિ તમને જવાબ આપશે.

સપોર્ટનો સંપર્ક કરો
ભાષા: ગુજરાતી