નિયમિત ખર્ચ કેવી રીતે સેટ કરવો?
નિયમિત ખર્ચ તેની તારીખે આપમેળે ગ્રુપમાં ઉમેરાય છે, તમે સેટ કરી હોય તે રીતે વહેંચાઈને. તે SplitEase+ નો ભાગ છે.
સ્ટેપ્સ
- ગ્રુપ ખોલો, પછી ગ્રુપ સેટિંગ્સ (Group settings) ખોલો.
- નિયમિત ખર્ચ (Recurring expenses) પર ટૅપ કરો, પછી ઉમેરો (Add) પર ટૅપ કરો.
- રકમ, કોણ ચૂકવશે અને વહેંચણી કેવી રીતે થશે તે લખો, પછી તે કેટલી વાર પુનરાવર્તિત થાય તે પસંદ કરો: દરરોજ, દર અઠવાડિયે, દર મહિને કે દર વર્ષે.
- સેવ કરો (Save) પર ટૅપ કરો.
એક વખત છોડવા માટે નિયમિત ખર્ચ ખોલો અને આગલી વખત છોડો (Skip the next occurrence) પર ટૅપ કરો. તે પછી શેડ્યૂલ રાબેતા મુજબ ચાલુ રહે છે.
SplitEase ઍપ હજુ ગુજરાતીમાં ઉપલબ્ધ નથી. કૌંસમાં આપેલાં બટનનાં નામ સ્ક્રીન પર અંગ્રેજીમાં જે દેખાય છે તે જ છે.