SplitEase નો વેરિફિકેશન કોડ ન આવ્યો

SplitEase તમારા ફોન નંબર પર SMS થી મોકલેલા 6 અંકના કોડથી તમને સાઇન ઇન કરે છે.

સ્ટેપ્સ

  1. સ્ક્રીન પરનો નંબર સાચો છે કે નહીં તે તપાસો. ન હોય તો બદલો (Change) પર ટૅપ કરો અને નંબર ફરી લખો.
  2. એક મિનિટ રાહ જુઓ. તમારા નેટવર્કને કારણે મેસેજ મોડા આવી શકે છે.
  3. કોડ ન મળ્યો? (Didn't get it?) પર ટૅપ કરો. 60 સેકન્ડ પછી હમણાં ફરી મોકલો (Resend now) ઉપલબ્ધ થાય છે. નવો કોડ મેળવવા તેના પર ટૅપ કરો.
  4. ખાતરી કરો કે તમારા ફોનમાં સિગ્નલ છે અને તે અજાણ્યા મોકલનારના મેસેજ બ્લૉક નથી કરતો.

બહુ વધારે પ્રયાસો પછી ફરી પ્રયાસ કરતાં પહેલાં તમને થોડી મિનિટ રાહ જોવાનું કહેવામાં આવશે.

હજુ પણ કોડ નથી આવ્યો? વાપરેલા ફોન નંબર સાથે અમારો સંપર્ક કરો.

SplitEase ઍપ હજુ ગુજરાતીમાં ઉપલબ્ધ નથી. કૌંસમાં આપેલાં બટનનાં નામ સ્ક્રીન પર અંગ્રેજીમાં જે દેખાય છે તે જ છે.

સંબંધિત પ્રશ્નો

હજુ મદદ જોઈએ છે?

અમને લખો, SplitEase ટીમની કોઈ વ્યક્તિ તમને જવાબ આપશે.

સપોર્ટનો સંપર્ક કરો
ભાષા: ગુજરાતી