ગ્રુપ કેવી રીતે છોડવું કે ડિલીટ કરવું?

ગ્રુપના બધા વિકલ્પો ગ્રુપ સેટિંગ્સ (Group settings) માં છે. ગ્રુપ ખોલો અને ઉપર ગ્રુપના નામ અથવા ⋯ બટન પર ટૅપ કરો.

સ્ટેપ્સ

  1. ગ્રુપ છોડવા ગ્રુપ છોડો (Leave group) પર ટૅપ કરો અને પુષ્ટિ કરો. જો તમે એકમાત્ર એડમિન હો, તો પહેલાં એડમિન ટ્રાન્સફર કરો (Transfer Admin) પર ટૅપ કરો અને જવાબદારી કોણ સંભાળશે તે પસંદ કરો.
  2. કોઈને દૂર કરવા (ફક્ત એડમિન), તેમના નામ પર ટૅપ કરો અને ગ્રુપમાંથી દૂર કરો (Remove from Group) પસંદ કરો. ગ્રુપમાં તેમનું બેલેન્સ શૂન્ય હોવું જોઈએ.
  3. બધા માટે ગ્રુપ ડિલીટ કરવા (ફક્ત એડમિન), ગ્રુપ ડિલીટ કરો (Delete group) પર ટૅપ કરો અને પુષ્ટિ કરો.

ગ્રુપ ડિલીટ કરવાથી તેના બધા ખર્ચ દરેક સભ્ય માટે દૂર થઈ જાય છે અને તે પાછું લાવી શકાતું નથી. પહેલાં હિસાબ ચૂકવી દો.

SplitEase ઍપ હજુ ગુજરાતીમાં ઉપલબ્ધ નથી. કૌંસમાં આપેલાં બટનનાં નામ સ્ક્રીન પર અંગ્રેજીમાં જે દેખાય છે તે જ છે.

સંબંધિત પ્રશ્નો

હજુ મદદ જોઈએ છે?

અમને લખો, SplitEase ટીમની કોઈ વ્યક્તિ તમને જવાબ આપશે.

સપોર્ટનો સંપર્ક કરો
ભાષા: ગુજરાતી